નવી દિલ્હી: કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ. હર્ષવર્ધને એમ પણ કહ્યું કે શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. ઈટાલીથી આવેલા પર્યટકોમાંથી 15 કોરોના વાઈરસ પોઝિટિવ છે. આગરામાં 6 દર્દીઓ કોરોના વાઈરસ પોઝિટિવ છે. દેશમાં હાલ કોરોના વાઈરસના 28 કેસ ધ્યાનમાં આવ્યાં છે. જેમાંથી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોના વાઈરસના 28 કેસ, 3 દર્દીઓ સાજા થયા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 28 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. જેમાંથી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઈટલીથી ભારત ફરવા આવેલા એક ગ્રુપના 15 લોકો કોરોના વાઈરસથી પીડિત છે. તેમના સંપર્કમાં આવવાના કારણે આ લોકોની સાથે રહેલો એક ભારતીય ચાલક પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે. આ ઉપરાંત દિલ્હીમાં એક વ્યક્તિ, એક વ્યક્તિ હૈદરાબાદમાં અને આગરાના 6 લોકો કોરોનાથી પીડિત છે. દિલ્હીવાળા વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ આગરાના તેના સંબંધીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 


બધી ફ્લાઈટ્સનું સ્ક્રીનિંગ
હર્ષવર્ધને કહ્યું કે પહેલા ફક્ત 12 દેશોના મુસાફરોનું એરપોર્ટ પર ચેકિંગ થતું હતું પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે વિદેશથી આવતી તમામ ફ્લાઈટ્સના મુસાફરોનું ચેકિંગ થશે. 


ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે મોટી યોજના
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારત ઈરાનમાં ફસાયેલા ભારતીઓને બહાર કાઢવાની કોશિશમાં છે. તેમણે કહ્યું કે ભારતથી ચાર વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ત્યાં લેબ સ્થાપિત કરવા માટે ઉપકરણ મોકલવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે ઈરાનમાં લેબ સ્થાપિત કરીને ત્યાં ભારતીયોની તપાસ કરી તેમને ભારત લાવવામાં આવે. જો કે આ બધુ ઈરાનના સહયોગ પર નિર્ભર રહેશે. 


હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ બનાવવાનો આદેશ
હર્ષવર્ધને કહ્યું કે દેશની તમામ હોસ્પિટલોમાં સારી ક્વોલિટીના આઈસોલેશન વોર્ડ તરત બનાવવાના આદેશ આપ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે આ આદેશ અગાઉ પણ હોસ્પિટલોને અપાયો હતો. જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારીએ દેશની અનેક હોસ્પિટલોની મુલાકાત લીધી છે. તેમણે હોસ્પિટલોમાં હાથ ધરાયેલી સુવિધાઓનું પણ નીરિક્ષણ કર્યું છે. તેમણે જણાવ્યું કે દિલ્હીના અધિકારીઓને આ બીમારીથી બચવાની રીત જણાવવામાં આવી છે. 


દેશમાં અત્યાર સુધી 3000થી વધુ ટેસ્ટ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતમાં 3000થી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે 15 ટેસ્ટ લેબ પહેલા બનાવવામાં આવી હતી. 19 વધુ બનાવવામાં આવી અને 8 લેબ ગઈ કાલે શરૂ થઈ ગઈ છે જ્યારે કેટલીક આજે શરૂ થશે. 


3 કિમીના દાયરામાં લોકો સાથે સંપર્કની જરૂર
હર્ષવર્ધને કહ્યું કે જ્યાં કોરોના વાઈરસનો મામલો સામે આવ્યો છે  ત્યાંના 3 કિમીના દાયરામાં એક એક ઘરની અંદર જઈને લોકો સાથે સંપર્ક કરવાની જરૂર હોય છે. તેમણે કહ્યું કે દિલ્હીના કેસ બાદ તેમને મળવા આવનારા કુલ 66 લોકોની ટ્રેસિંગ કરાઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...